August 9, 2026
Other

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

જેને દેશને નામે પોતાનું જીવન બલિદાન કરી દીઘું, પોતાના પરિવારને દેશની જનતા અને સરકારના ભરશો મૂકી સરહદ પર ખુશી ખુશી કુરબાન થઈ ગયેલા વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્ર દ્વારા નવાજવામાં આવ્યા હતા અને તેમના સન્માનમાં અમદાવાદના સુહાના સર્કલનું નામ તેમના નામે રાખવામાં આવ્યું હતું,

પરંતુ આજે જાણે તેનું બલિદાન સરકાર વિસરી ગઇ હોય તેમ તે માર્ગનું નામ બદલવા જઇ રહી રહી છે,  દેશ માટે  શહિદ થનાર જવાનને ન્યાય અપાવવા માટે ગુહાર લગાવી રહ્યા છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અનશન પર બેસવાના છે,

આ અંગે વધુ માહિતી આપતા તેમના પિતાએ જણાવ્યું કે , હું બલિદાની( વીર શહીદ )લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનો પરિવાર આપ સૌને વિનંતી કરું છું કે સુહાના સર્કલ (લુંબી સર્કલ) ને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 261 વર્ષ 2021/2022 ના અનુસંધાનમાં માનનીય પૂર્વ મેયર કિરીટ ભાઈ પરમાર અને સૈજપુર બોઘાના પાર્ષદોની ઉપસ્થિતિમાં નામકરણ કરવામાં આવ્યું હતું, જેનું ફરીથી નામ સાગર ભાઈ દેસાઈના નામે કરવામાં આવી રહ્યું છે, જે શહીદ ગોપાલ સિંહ ભદોરિયા શૌર્ય ચક્રનું અપમાન છે.

હું અને મારો પરિવાર આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આના વિરોધમાં તારીખ 2/2/2026 ના રોજ સવારે 8 વાગ્યે આમરણ અનશન પર બેસીશું, આપ સૌને આમાં જોડાવા વિનંતી કરું છું. મુનીમસિંહ ભદોરિયા 9824988082

Related posts

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારા બંને શૂટરો ઝડપાયા

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો