વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કેમિકલના જથ્થામાં આગ લાગી હતી જોકે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી..સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
વટવા જીઆઇડીસમાં સ્થિત F1 પ્લોટ નંબર 12/14, હિંદ પ્રકાશ ગોડાઉનની સામે અનાર કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી સૌ પ્રથમ બે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાની માહિતી હતી જેના કારણે વધુ બે ગાડીઓ મોકલવામાં આવી હતી કુલ ચાર જેટલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.
શોર્ટ સર્કિટના કારણે ગોડાઉન પાસે આવેલા કેબિનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે વાળાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બેટા નેપથોલ મટીરીયલ નામના રસાયણના જથ્થામાં આગ હતી તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ગોડાઉનમાં આગના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી વહેલી સવારે આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ દ્વારા આ મામલે એફએસએલ બોલાવી અને આગનું ચોક્કસ કારણ જાણવા અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.