September 21, 2026
ફૂડ ફોર યુ

બાળકો ના ફેવરીટ રેડ રોઝ પાસ્તા

રેડ સોસ પાસ્તા

સામગ્રી: ટામેટા,ડુંગળી,લસણ, મીઠું,ખાંડ,ઓરેગાનો,મરીપાઉડર,ચીલીફલેક્સ,ચીઝ,તેલ, પાસ્તા.

રીત: સૌ પહેલા એક તપેલીમાં પાણી લઇ ટામેટાં બાફી ને પાણી માંથી નીકાળી લઈ ઠંડા કરી ક્રશ કરી લો. એજ પાણી ઉકળે પછી તેમાં થોડું મીઠું,અને પાસ્તા નાખીને બાફી લો.પછી પાસ્તાને એક કાણાવાળા વાસણ માં નીકળી ઉપર ઠંડુ પાણી નાખી થોડું તેલ નાખી મિક્ષ કરી લો. હવે લસણ, ડુંગળી ને જીણી-જીણી સમારી લો.પછી એક વાસણમાં તેલ લઈ તેમાં ડુંગળી-લસણ સાંતળો હવે ક્રશ કરેલા ટામેટા નાખી તેમાં જરુર મુજબ મીઠું,ઓરેગાનો, ચીલીફલેક્સ, મારીપાઉડર,થોડીક ખાંડ નાખીને બરાબર મિક્ષ કરો. સોસ વાસણમાં તળિયે ચોંટે નહી તેનું ધ્યાન રાખતા ૧૦-૧૨ મિનિટ સુધી સિજવા દો.પછી ટામેટાં નો કલર થોડો લાલ,અને ક્રીમી થઈ જાય પછી ગરમા ગરમ સોસ માં બાફેલા પાસ્તા મિક્ષ કરી ઉપરથી થોડું ખમણેલુ ચીઝ નાખી ટેસ્ટી પાસ્તા ની માજા માણો.

રેસિપી: શેફ રાજેશ ઠાકોર

Shef Rajesh Thakor
Shef : Rajesh Thakor

ટિપ્સ
(પાસ્તાને ઉકળતા પાણી માજ બાફવા)(જો પાસ્તા ચોટીજાય તો તેમાં પાણી નાખવાથી છુટાં પડી જશે)(ટામેટાને ઠંડા કરીનેજ ક્રશ કરવા)(ટામેટાની ખટાશ દૂર થાય તેટલીજ ખાંડ નાખવી)

Related posts

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

સન્ડે સ્પેશિયલ “ ક્રિસ્પી સાબુદાણા વડા ”

Ahmedabad Samay

ઠાકોર સાહેબ નું રવિવાર સ્પેશિયલ: ચાઇનીઝ ફ્રાઈ રાઈસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો