September 11, 2026
ગુજરાતરાજકારણ

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

અમદાવાદના અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. વિકાસના દાવાઓ સાથે પ્રચાર કરવા નીકળેલા નેતાઓને સ્થાનિકોએ સોસાયટીના ગેટ પર જ અટકાવી દીધા હતા અને શરમજનક સ્થિતિમાં મુકાઈને નેતાઓએ ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.

અસારવા વિસ્તારના રહીશો લાંબા સમયથી પીવાના ગંદા પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. “જ્યારે કામ હતું ત્યારે કોઈ દેખાયું નહીં, તો હવે મતો માટે કેમ આવ્યા છો?” તેવા સવાલો સાથે મહિલાઓ અને યુવાનોએ ભાજપના કાફલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

પ્રચાર માટે ગયેલા ભાજપના ઉમેદવારો જ્યારે સોસાયટીમાં પ્રવેશવા જઈ રહ્યા હતા, ત્યારે રહીશોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જ્યાં સુધી ગટર અને પાણીની પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વિરોધ એટલો ઉગ્ર હતો કે ભાજપના કાર્યકરો અને નેતાઓને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.

Related posts

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી,વીજળી થઇ ગુલ

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો