November 24, 2026
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

અમદાવાદ    શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં પોલીસ હોર્સ રાઈડિંગ કલબ શરૂ કરવામાં આવી છે. જેને પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઑફ કરાવી આ ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ મહિનાની એક બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે. અહીં ત્રણ-ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક બેંચમાં ૧૦ જેટલાં હોર્સ રાઈડરને અહીં તાલીમ આપવામાં આવશે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે પોલીસ દળ માં  ૬૦૦ જેટલા અશ્વો સામેલ છે. ૧૩ જિલ્લામાં આ રાઈડિંગ સ્કૂલ શરૂ કરવામાં આવશે. અહીં નોર્મલ ફી રાખવામાં આવી છે અને બેઝિક તેમજ એડવાન્સ તાલીમ આપવામાં આવશે. ૧૩૫ નવા અશ્વો ખરીદવામાં આવશે. જેમાં ૫૦ જેટલાં અશ્વો ખરીદાઈ ગયા છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પહેલા અહીં ઘોડા કેમ્પમાં ટ્રેનિંગ ચાલતી હતી પરંતુ વચ્ચે બંધ કરી દેવાઈ હતી. પરંતુ હવે અહીં જેને પણ અશ્વની તાલીમ લેવી હોય તેઓએ ફોર્મ ભરી જે રીતે બેંચ ફાળવાય તેમ તાલીમ અપાશે. આ હોર્સ રાઈડિંગ ક્લબથી ૭ લોકોએ તાલીમ લઈને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે.

Related posts

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો