September 27, 2026
ગુજરાત

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે જેને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોને બંધ રાખવામાં આવી રહ્યા છે જેને કારણે લોકોની વધુ ભીડ ભેગી ના થાય. ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધુ હોય છે જેને કારણે ધાર્મિક સ્થળોને સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે

શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્મકીર્તિદાસે તમામ હરિભક્તોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે ખાસ અપીલ કરી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

કોરોના વોરિયર્સ ને સન્માન આપતું પેટ્રોલ પંપ, બે રૂપિયા ઓછા લેવાય છે કોરોના વોરિયર્સ પાસેથી

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો