September 21, 2026
ગુજરાતરાજકારણ

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે , સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવાના છે. ત્યારે હાલ મુખ્યમંત્રીની જાહેરાતને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. હાલ રાજ્યમાં કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને વેક્સિનેશન માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી રસીકરણને લઇને મહત્વની જાહેરાત કરી શકે છે.
રાજ્યમાં કોરોના ઘટ્યોછે ત્યારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને આગામી ક્રિસમસના દિવસો કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે પણ મહત્વની જાહેરાત કરી શકે છે.નજીક આવી રહેલ ક્રિસમસના તહેવારો ઘરેથી જ ઉજવાય તે માટે અપીલ પણ કરી શકે છે. ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કાબૂમાં આવ્યો છે તેથી હવે ફરી પીક ન પકડે તે માટે મુખ્યમંત્રી કોઇ નિર્ણય લઇ શકે છે. મહત્વનું છે કે આજે 1110 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પણ જાહેરાત કરી શકે છે.

Related posts

ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ વાળા ૭૦૦ જેટલા TRB જવાનોને છુટા કરાયા

Ahmedabad Samay

ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો