December 10, 2024
ગુજરાત

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ વર્ષની થીમ ‘મેલેરિયાને શૂન્ય સુધી પહોંચાડવાનો સમય : નિવેશ કરો, નવું કરો, અમલ કરો” નિયત કરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ, અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ. કે દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, જિલ્લા સુપરવાઇઝર આર જી પટેલ, સુપરવાઇઝરો સહિત આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતીમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિરમગામ ખાતે સેમીનાર, રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી મેલેરિયાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો રહે છે જેના પાછળ આરોગ્ય વિભાગની મેલેરીયા શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને લોકો દ્વારા મળેલ સાથ સહકારને કારણે આ શક્ય બન્યુ છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન લોહીના નમૂના એકત્રીકરણ કરવામાં આવે છે, ગામે-ગામ પોરાનાશકની કામગીરી હાથ ધરવામાં આવે છે.

નોંન ટ્રાન્સમિશન ઋતુમાં સતત માસ એક્ટિવિટી કરાય છે. તથા જીઆઇડીસી વિસ્તારોમાં અને ટાયર પંચરની દુકાન, એસટી ડેપો, બિન વપરાશી અવાવરૂ મકાનોની, સરકારી મકાનોની ચકાસણી કરવામાં આવે છે. વધુમાં તહેવારોમાં, મેળાઓમાં પણ વાહક જન્ય રોગોની જન-જાગૃતિ લાવી શકાય તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા છે. આવા સતત પ્રયત્નના કારણે મેલેરિયામાં કંટ્રોલ કરી શકાય છે અને નાબૂદી તરફ આગળ વધી રહ્યા છીએ. જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં એક વખત પાણી ભરવાના પાત્રોની યોગ્ય સાફ-સફાઈ કરવી અને પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ.

Related posts

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો