August 9, 2026
ગુજરાતઅપરાધ

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ ફતેહવાડીમાં રહેતા બે શખ્સ નકલી નોટો લઈ ઉજાલા સર્કલ તરફ આવવાના છે. જેથી પોલીસે સર્કલ પાસે વોચ ગોઠવી. શંકાસ્પદ શખ્સ આવતાં જ બંનેને પોલીસે ઝડપી લીધાં. બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા એકનું નામ લક્ષ્‍મણ બેગડા અને કૃણાલ ઠક્કર હોવાનું સામે આવ્યું. તેઓ પાસે રહેલા થેલામાંથી કુલ 367 જેટલી રૂ. 2000ના દરની નોટો મળી આવી. પોલીસે નકલી નોટો અંગે ખાતરી કરવા FSL ના અધિકારીને જાણ કરી.

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે વડોદરાના બાપૂ ઉર્ફે ભુવાજી એ આ બને શખશોને આ નોટો આપી હતી. અને નકલી નોટોને તાંત્રિક વિધિથી અસલી બનાવવાનું કહીને રવાના કર્યા હતા. પરંતુ બે દિવસ પછી ભુવા ઉર્ફે બાપુ એ નકલી નોટો અસલી નહિ થાય તેવું જણાવ્યું. આખા નકલી નોટોના શડયંત્રમાં એક શિક્ષક મનુસિંગ અને મહેબૂબ ખાન ના નામ પણ સામે આવ્યા છે. બીજીતરફ FSLના અધિકારીએ નોટો તપાસ કરતા સાચી નોટ કરતા આ નોટોનો કલર અને ક્વોલિટી નબળી હતી. નોટોની વચ્ચે સિક્યુરિટી થ્રેડ અને વોટર માર્ક પણ નહોતા. જુદા જુદા સીરિયલ નંબરની અનેક નોટો છે.

પકડાયેલા બને આરોપીઓ નોટો વટાવી 50-50 ટકા કમાણી કરવાના હોવાનું સામે આવ્યું હતું.

Related posts

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

મહાનગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો રહેરાયો

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

ફરી ઝડપાયું ડ્રગ્સ – એટીએસ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રના મધદરીએ પાર પાડ્યું ઓપરેશન

Ahmedabad Samay

જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે. જાણો શુ થશે તેની અસર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો