March 25, 2025
ગુજરાત

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

અમદાવાદ ઈસ્કોન બ્રીજ પરના અકસ્માત બાદ સીએમ, સીઆર પાટીલ અને શક્તિસિંહ ગોહિલ સહીતના નેતાઓએશોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અકસ્માતમાં ગમખ્વાર રીતે આવી રહેલા જેગુઆર ચાલકના નબીરાએ 20 જેટલા લોકોને કચડ્યા હતા જેમાંથી 9 લોકોના કમકમાટી ભર્યા કરુણ મોત નિપજ્યા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કરતા લખ્યું હતું કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત બુધવારની રાત્રીના થયો જેમાં 9 લોકોના કરૂણ મોત થયાના સમાચાર આવ્યા છે આ ઘટનાના સમાચાર મળતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સીએમ તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે દુખની લાગણી વ્યકત કરી છે.

સીઆર પાટીલે વ્યક્ત કરી સંવેદના 
પાટીલે કહ્યું કે, ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં જેમના મૃત્યુ થયા છે તેમાં  9 જેટલા યુવાનો છે અને અન્ય વ્યકિતઓ ઇજાગ્રસ્ત છે. આ ગમખ્વાર અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યો છે ઇશ્વર તેમના દિવંગત આત્માને શાંતી આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદના પરિવારજનોની સાથે છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યકિતઓ ઝડપથી સાજા થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના કરુ છું.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું કે,મોટા દુઃખદ સમાચાર છે
અમદાવાદના SG હાઇવે પર દર્દનાક અકસ્માત, અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા તેમની સહાય કરવા ભેગા થયેલા લોકોમાં 160થી વધુની પુરપાટ ઝડપે જેગુઆર કાર ઘુસી ગઈ અને અકસ્માત જોવા ઊભેલા ટોળાને અડફેટે લીધું. પોલીસ કર્મચારી સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના.

Related posts

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

વિરમગામ – હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા પેરીડોમેસ્ટિક કામગિરી ઉપરાંત પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો