August 13, 2026
ગુજરાતઅપરાધ

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

અમદાવાદ શહેરના નરોડામાં રહેતી એક સગીરા ને છ જેટલા લોકોએ ભેગા મળી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. સગીરાને ખરીદનાર શખસે તેને માથામાં સિંદૂર પુરી લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાને આ શખ્સ ભરૂચ લઈ જતો હતો ત્યારે  સગીરા તેની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી. તેણે પરિવારજનો ને જાણ કરતા શહેરકોટડા પોલીસે સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ કરાવ્યું હતું. જેમાં તેને આઠેક સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

પૂછપરછમાં સામે આવ્યું કે તેને ત્રણેક વર્ષથી જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સબંધ હોવાથી તેની સાથે થયેલા શારીરિક સંબંધથી આ ગર્ભ રહી ગયો હતો. શહેરકોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરિયાદ સરખેજ પોલીસને ઝીરો નંબરથી ટ્રાન્સફર કરી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના માતા અને બહેન બનેવી સાથે રહે છે. તેણે ધો. ૮ સુધી અભ્યાસ કરેલો છે અને તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. આ સગીરાને અન્ય બે બહેનો પણ છે જે હાલ પરિણીત છે. ગત તા.

૫મી ફેબ્રુઆરી ના રોજ માયાબહેન તથા સજ્જનબહેન, દિનેશભાઇ તથા વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા. અને રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી. બાદમાં સુરેશ પુરોહિત એ આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

Related posts

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ ના રીપિટર વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો