August 7, 2026
ગુજરાત

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું  ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 માણસો તો મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે.

ત્યારે અમદાવાદના મેયર દ્વારા  130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આજ કારણોસર કોરોના વધ્યો છે. જો આમ નાગરિકો માટે કાયદાનો ઉલનઘન કરવા પર સજા થાય છે તો આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ એ તમામ કાર્યકરો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો જેતે અધિકારી સજા ન ફટકારે તો આવા નકામા અધિકારીને નોકરી કરવાનો કોઇ હક્ક નથી.

ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી  નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ દ્વારા 130 સફાઈ કામદારોનું સન્માન શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો