September 11, 2026
ગુજરાત

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ad

ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઇ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એક  મહિનામાં પોલીસે સ્ટોપ લાઈનભંગ કરતા ૪૩ હજારથી વધુ લોકોને ઇ-મેમો ઇશ્યું કર્યા છે.

કોરોનાના કહેર દરમિયાન લોકો ટ્રાફિક નિયમનને લઈને જાણે કે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. હવે લોકોએ ચેતી જવાની જરૂર છે. જો ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો આપના ઘરે ઇ- મેમો આવી શકે છે. ટ્રાફિક વિભાગે  ફરી થી લોકોને પડતા પર પાટુ આપ્યું હોય તેમ  ૨ મે થી ૨૮ મી મે સુધીમાં ૪૩૬૮૧ વાહન ચાલકો ને ૨ કરોડ ૮૩ લાખ ૯૯ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે.

જો કે હાલમાં મોટાભાગે સ્ટોપ લાઈન ક્રોસ કરતા લોકોના જ મેમો ઈશ્યું થઈ રહ્યા છે. પરંતુ પોલીસે રોંગ સાઈડ આવતા ૮૫ વાહન ચાલકો ને ૪૩ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૭ જંક્શન પર ઇ-મેમો ઈશ્યું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.  જો કે આ સિવાય પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ નો ભંગ કરનાર પાસેથી સ્થળ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસો માં ટ્રાફિકના નિયમનું કડકપણે અમલ કરાવવામાં આવશે.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદની મેટ્રો ટ્રેનમાં સવારી કરતા પહેલા જરૂર વાંચજો નહીતો ભરવા પડશે ૫૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

અમદાવાદ: દેશની રક્ષા માટે શહીદી વહોરનાર વીર સપૂત મહિપાલસિંહના આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર, CM પણ રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો