August 9, 2026
ગુજરાતરાજકારણ

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે.

અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રૂપિયા 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમજ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસરુમનું પણ લોકાર્પણ કરશે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોની ખાતમુહૂર્ત કરશે.”

New up 01

Related posts

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

અમદાવાદ: સત્તાધાર બ્રિજ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે હાટકેશ્વર ફ્લાયઓવર ‘ભૂલ’નું પુનરાવર્તન!

admin

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો