November 4, 2024
અપરાધ

પ્લાસ્ટિકની ટાંકીમાં એક મહિલાની કોવાઈ ગયેલી લાશની ઘટનાનો ભેદ ઉકેલાયો.

“ખોખરના મોહન એસ્ટેટના ધાબા ઉપરથી ગત 6 જુલાઈના રોજ પ્લાસ્ટિકની ટાંકીમાં એક મહિલાની કોવાઈ ગયેલી લાશ મળી હતી. જે ઘટનાને અંજામ આપનાર ગુનેહગારની ધરપકડ કરાઇ, ઘટનાનો ભેદ ઉકેલાયો

પ્રેમિકા પર ભરોસો કરી પ્રેમીએ પોણા બે લાખ સાચવવા માટે આપ્યા હતા. દરમિયાનમાં આ પૈસા પ્રેમિકાએ વાપરી નાખ્યા હતા અને પ્રેમિકા બીજા સાથે પણ સંબંધ રાખતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પ્રેમીએ તેને ખોખરના મોહન એસ્ટેટના ધાબા પર બોલાવી ગુસ્સામાં આવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે પ્રેમીની ધરપકડ કરી હતી.

આ અંગે ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગ યાદવે જણાવ્યું હતું કે, આ મહિલાની હત્યા કરનાર રખિયાલ ઈરફાન રહીમમુલ્લા ખાનની ધરપકડ કરી હતી. આરોપી ઇમરાનની પુછપરછ કરતા બહાર આવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી મરનાર રેખા સાથે પ્રેમ સંબંધ હતો. ગત 2019માં પોણા બે લાખ રૂપિયા પણ રેખાને રાખવા માટે આપ્યા હતા જે પણ રેખાએ વાપરી નાખ્યા હતા. રેખા અન્ય વ્યક્તિ સાથે સબંધ રાખતી હોવાનું ઇમરાનને ખબર પડી હતી. જેથી ઇમરાને રેખાને ખોખરા મોહન એસ્ટેટના શેડ પર લઈ જઈ રેખાને ઠપકો આપ્યો હતો. આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઇમરાને ગુસ્સામાં આવી જઇ રેખાનું ગળું દબાવી નીચે પાડી દીધી હતી. જેથી માથામાં ઇજા થઇ હતી.

વધુ ઉશ્કેરાઈ જતા ઇમરાને છરીથી રેખાના પેટમાં એક ઘા મારી દીધો હતો. જેથી રેખાનું મોત નીપજ્યું હતું બાદમાં રેખાને ધાબા પર રાખેલી ખાલી ટાંકીમાં નાખી દીધી હતી. બાદમાં રેખાના બે ફોન પણ ઇમરાન લઈ જતો રહ્યો હતો. આમ પોલીસે આરોપી પાસે થી ચાર મોબાઈલ કબ્જે કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી ખોખરા પોલીસને કસ્ટડી સોંપી હતી”

New up 01

Related posts

વી.એચ.પ પ્રાંતના સંગઠન પ્રધાન શ્રી ખગેન્દ્ર ભાર્ગવની કાર પર ફાયરિંગ

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

આંધ્રપ્રદેશ: તીગલમિટ્ટા જંગલ વિસ્તારમાં માઓવાદી અને  ગ્રેહાઉડ્સ દળ વચ્ચે અથડામણ : ૬ ઠાર મરાયા

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો