September 21, 2026
દુનિયા

અમેરિકાની વિદાય સાથે જ તાલિબાને હવે પંજશીર પ્રાંત જીતવા માટે હુમલો કર્યો

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય સાથે જ તાલિબાને હવે પંજશીર પ્રાંત જીતવા માટે હુમલો કર્યો છે. તાલિબાન સામે જંગ લડી રહેલા નોર્ધન એલાયન્સે દાવો કર્યો છે કે, સોમવારની રાતે તાલિબાનના આતંકીઓએ પંજશીર ખીણમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો.

આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયુ હતુ અને તેમાં તાલિબાનના સાત થી આઠ લોકોના મોત પણ થયા છે. જ્યારે અમારા પણ બે જવાનો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તમામ પ્રાંતો પર કબ્જો જમાવનાર તાલિબાન હજી પંજશીર પ્રાંત પર વર્ચસ્વ જમાવી શક્યુ નથી.અહીંયા અહેમદ મસૂદની આગેવાનીમાં નોર્ધન એલાયન્સ તાલિબાનને ટક્કર આપી રહ્યુ છે.

અહમદ શાહ મસૂદની સાથે સાથે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને અશરફ ઘનીના નાસી ગયા બાદ પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરનાર અમરુલ્લા સાલેહ પણ તાલિબાનને પંજશીર પ્રાંતમાંથી ટ્કકર આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અહીંયા ઘૂસવાની કોશિશ કરી છે પણ દર વખતે તેને પછડાટ મળી છે. તાજેતરમાં પણ દાવો કરાયો હતો કે, અહીંયા તાલિબાનના સો આંતકીઓ માર્યા ગયા છે.

Related posts

કોરોના ને લઈ WHOનો એપ્રિલ માસનો ચોંકાવનારો રિપોર્ટ

Ahmedabad Samay

કોઈપણ સમયે રશિયા યુક્રેન પર હુમલો કરી શકેછે

Ahmedabad Samay

ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી આવવા માંગતા મહેમાનો અટવાયા

Ahmedabad Samay

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ઈતિહાસ રચી નાખ્‍યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્‍ડકપનો ખિતાબ જીત્‍યો

Ahmedabad Samay

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો