ખેલૈયાઓ જેનો આતુરતા પૂર્વ આખો વર્ષ રાહજોતા હોય છે એવો વિશ્વનો લાંબો અને ગુજરાતના લોકોનો પ્રિય રહેવાર એટલે નવરાત્રી, અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતેના રહીશોએ આ વર્ષે મનમૂકી નવરાત્રીની મજા માણી છે, આ વર્ષે શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે નવે નવ દિવસ નાના બાળકોથી મોટી વયના લોકો અને યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના ગરબા ગાઇ નવરાત્રીનો ઉત્સવ મનાવ્યો હતો,
શ્રી રામ કુટિર ફ્લેટના રહીશોની સભ્યતા અને નવરાત્રીના આયોજનને જોતા માં અંબેની આરતીનો લાહવો લેવા ડોકટરની ટિમ, નરોડા વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને નરોડા પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનો ફ્લેટના કમિટી દ્વારા ફુલહાર કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ફ્લેટ ખાતે દશેરાનિમિતે દરવર્ષેના જેમ આ વર્ષે પણ હવ અને બે વખત જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રી રામ કુટિર ફ્લેટની ખાસ વાતએ છે કે અહીં સ્વયં સેવકોની કમી નથી નાના બાળકોથી લઇ યુવા પેઢી કોઈપણ તહેવાર સાથે મળી ઉત્તમ સુવિધા સાથે આયોજન કરતા હોય છે, આ વર્ષે ફ્લેટમાં નવરાત્રીના ઉત્તમ આયોજન માટે કમિટી બનવામાં આવી હતી જેમને નવરાત્રીના પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી તનતોડ મેહનત કરી હતી, કમિટી દ્વારા ડેકોરેશન, પૂજા વિધિ, આરતી, નાસ્તાના આયોજન, સ્વચ્છતાનું સુંદર આયોજન કરવામાં આવ્યું કમિટીના આ સુંદર કાર્યક્રમની ફ્લેટના સૌ રહીશો દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા અને કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.https://youtu.be/uwqtnebt3xI?si=tF2aMHCuOfXnVN0O