August 12, 2026
ગુજરાત

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદરૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા પ્રદર્શન યોજી આપવામાં આવેલ આવેદન પત્ર ગુજરાત પ્રદેશ અસંગઠીત કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે .. ૧૦ રૂપિયામાં ભરપેટે યોજનાની રાજય સરકારશ્રીની અન્નપૂર્ણા યોજનાનું બાળમરણ થઈ ગયું છે . જુન -૨૦૧૭ ના વર્ષમાં અમદાવાદમાં શરૂ થયેલ આ યોજના લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી બંધ પડી છે .

કોરોના કાળમાં લોકડાઉનથી બેરોજગાર બનેલા અને વર્તમાન આર્થિક મંદીનો ભોગ બનેલા શ્રમિક વર્ગને જરૂરિયાત છે તેવા સમયે જ સરકારે યોજના બંધ કરી દેતાં અસહ્ય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે . રાજય સરકારના કાયદા પ્રમાણે બિલ્ડરની યોજના પુરી થતાં નફામાંથી બે ટકા શેષ ગુજરાત રાજય મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં ફરજીયાત જમા કરે છે . જેથી ૩૫૦૦ કરોડથી વધુ રકમ જમા છે . એમાંથી બે ટકાથી અઢી ટકા જેટલી જ રકમ ખર્ચ કરી છે . જે ખર્ચ પણ વહીવટી ખર્ચો છે . જેથી કામદારોને સહાય મળતી નથી .

અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ , ભાત , શાક , રોટલી , છાસ સહિતની ભોજન સામગ્રી પાર્સલ સુવિધાના રૂપમાં પેક કરી આપતી હતી . કડીયાનાકા પર સવારે મોટી સંખ્યામાં મજુર વર્ગ આવતો હોય છે . કામે જતાં પહેલાં તેઓ ભરપેટ ભોજન એ પણ ફકત ૧૦ રૂપિયામાં કરી શકે છે . તે માટે
આ યોજનાનો લાભ સમાજના એક મોટા વર્ગ લેતો હોય છે .

અન્નપૂર્ણા યોજનામાં ભોજન મળે તો તેઓની બચત થઈ શકે , પોષ્ટિક આહાર મળે તો કોરોના સામે લડવા શ્રમિકોમાં હ્યુમીનીટી પાવર વધી શકે . એટલું જ નહીં હાલમાં ચોમાસાના કારણે શ્રમજીવી વર્ગને રોજી – રોટીની વધઘટ થઈ રહી છે એવા સમયે સસ્તા ભાવે ભોજન આપનાર અન્નપુર્ણા યોજના લાખો શ્રમિકોના હિતમાં શરૂ કરવી જોઈએ . એકબાજુ મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં પુરતુ ફંડ છે . બીજી બાજુ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી છતાં શ્રમજીવીઓને હજુ સુધી અન્નાપૂર્ણાંની થાળીના દર્શન થયા નથી . માટે આર્શિવાદરૂપી “ અન્નપૂર્ણા યોજના ” અસંગઠિત શ્રમિકોના વિશાળ હિતમાં તાકીદે સરૂ કરવા રાજ્યનાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજા , શ્રમ અને રોજગાર સચિવ અને મકાન અને અન્ય બાંધકામ કલ્યાણ બોર્ડનાં નિયામક શ્રીને વાંરવાંર આવેદન પત્ર આપી વિગત વાર રજુઆત કરવા છતા અન્નપુર્ણા યોજના શરૂ ન થતા અ સંગઠીત ક્ષેત્રનાં શ્રમિકોમાં તિવ્ર રોષ ની લાગણી વ્યાપી છે અન્નપુર્ણા યોજના તાત્કાલિક અસર થી શરૂ કરવા સી.ટી.એમ. ખાતે આવેલ કડીયાનાંકા ખાતે ગુજરાત પ્રદેશ અસંગઠીત કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ પ્લે – કાર્ડ સાથે પ્રદર્શન યોજી લાગણી અને માંગણી રજુ કરવામાં આવી હતી

https://youtu.be/ArV0r2J4lM0

જેમાં અસંગઠીત ક્ષેત્રનાં કામદાર આગેવાનો સર્વશ્રી જ્યોર્જ ડાયસ કાલીઅપ્પન મુદલીયાર , રમેશ ભીલ , રાજેશ આહુજા , નોવેલ ક્રિશ્ચિયન , સુનિલ કોરી , અતીષ પંચોલી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા . અને જો તેમ કરવામાં નહી આવે તો ૭૨ કલાકનાં ઉપવાસ , નિયામક કચેરીનો ઘેરાવ , ધરણા પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાશે .

Related posts

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો