અમદાવાદ શહેર ફતેવાડી વિસ્તારમાંથી અમુલ્ય હાથીદાંતનો વેપાર કરતા ચાર આરોપીઓની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી પ્રકાશ ચુનીલાલ જૈન ૧૯૯૨ થી ૨૦૦૬ સુધી તામિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો જે ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર-નવાર આવતો જતો રહેતો અને વિરપ્પનની પત્નિના નામથી પણ વાકેફ હતો અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથીદાંત જોઇતા હોય તો મંગાવી આપશે તેવુ તપાસ દરમ્યાન જાણવા મળેલ. અને હાલ મળી આવેલ દાંત રૂ.૩૫,૦૦,૦૦૦/- માં વેંચવાનું તેમણે નક્કી કરેલ હતુ અને આ પ્રકાશ જૈન નાએ અન્ય ઉપર જણાવેલ આરોપીઓને હાથીદાંત વેચવા માટે મદદગારી કરેલ, અને આ હાથીદાંત ગીરસોમનાથ જીલ્લાના વેરાવળના સુપાસી ગામના રહેવાસી અબ્દુલકરીમ જમાલ કબરાણી તથા તેનો દિકરો શેહબાઝ અબ્દુલકરીમ કબરાણી નાઓ એકાદ મહીના પહેલા અમદાવાદ ખાતે વેચાણ કરવા સારૂ મુકી ગયેલ હતા. જે અંગે તપાસ કરવા ડમી ગ્રાહક મોકલી આપતા રેઇડ દરમ્યાન હાથીદાંતના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ પકડાયેલ હાથીદાંતની ખરાઇ કરવા રેન્જ ફોરેસ્ટ ઓફીસર દસક્રોઇ અમદાવાદ તથા તેમની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવેલ અને આ હાથીદાંતની વધુ તપાસ અર્થે દહેરાદુન એફ.એસ.એલ. ખાતે હાથીદાંતનુ સેમ્પલ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
જે અંગેની આગળની વધુ તપાસ તજવીજ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર તથા પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.