September 27, 2026
ગુજરાત

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે ગતરોજ અમદાવાદમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલ  હુમલામા શહીદ થયેલ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ : 14 ફેબ્રુઆરી-2023, મંગળવાર • સમય : સાંજે 7.00 થી 8.30 કલાકે • સ્થળ : ‘શહીદ અમર જ્યોત સ્મારક’, સરદાર પટેલ મ્યુઝિયમ પાસે, શાહીબાગ-ડફનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અમારી સંસ્થાઓ દ્વારા “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ‘કેન્ડલ માર્ચ’ સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝીઅમ થી શહીદ અમર જ્યોત સ્મારક સુધી યોજી હતી. જે કેન્ડલ માર્ચમાં યોજી ‘શહીદો અમર રહો’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’નાં નારા લગાવ્યા હતા.

બાદમાં શહિદ સ્મારક પાસે દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ “પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ” કાર્યક્રમ અમે ‘સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત’ અને ”ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ દેશપ્રેમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો