August 7, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા થી સીટીએમ તરફ જતા રસ્તા ઉપર ૧૩૨ ફૂટ રીંગ રોડ જંક્શન પર આવેલ “છત્રપતિ શિવાજી મહારાજ” ફ્લાય ઓવરબ્રિજ નું કામ ૨૦૧૫ માં કામગીરી શરૂ કરી ૨૦૧૭ માં પૂર્ણ કરવામાં આવેલ સદર નવ નિર્મિત બ્રિજમાં પાંચ થી છ વખત રોડ ઉપર ગાબડા પડ્યા હતા ત્યારબાદ છેલ્લે પડેલ ગાબડા માં લોખંડના સળિયા દેખાતા હોય નાગરિકોની સલામતી અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તારીખ૧૩-૬-૨૦૨૨ ના રોજ બ્રિજ ઉપર બેરીકેડ લગાવી રસ્તો બંધ કરવામાં આવેલ હતો સમારકામ કામગીરી મંથરગતિથી ચાલતી હોવાના કારણે છેલ્લા ૮ માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં કામ પૂણૅ કરવામાં આવેલ નથી

નવનિર્મિત મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાવર બ્રિજ નો રસ્તો બંધ કરાતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળે છે છેલ્લા કેટલાક મહિનાથી વાર તહેવાર ઉત્સવ પર દરમિયાન વ્યાપારીઓના ધંધાને રોજગાર પર માઠી અસર પડી છે વાહન ચાલકો ને ફરી ફરીને જવું પડે છે

ખોખરા હાટકેશ્વરના વ્યાપારીઓ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના મામલે આજે બેસણા ના મારફતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો કેમકે એક સમારકામના બહાને છેલ્લા કેટલાક મહિનાથી રોડ બંધ કરી દેવામાં આવી છે જેની સીધી અસર સ્થાનિક ધંધા,વ્યાપાર, રોજગાર ઉપર પડી છે સ્થાનિક આગેવાનો વ્યાપારીઓ સત્તા વાળાઓ સમક્ષ રજૂઆત કરી કરીને થાકી ગયા છે પરંતુ વહીવટી તંત્રમાં કોઈ સાંભળતું નથી અને પ્રજા વગર વાકે સહન કરી રહી છે માટે ખોખરા-હાટકેશ્વર ના વ્યાપારીઓ એ સ્વયંભૂ બંધ પાળી‌ પોતાનું આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વ્યાપારી અગ્રણીઓ સર્વશ્રી ધર્મેન્દ્ર સિંદે,ધનરાજભાઈ જૈન તેમજ સ્થાનિક આગેવાનો શ્રી જ્યોર્જ ડાયસ ધર્મેન્દ્ર પટેલ ની આગેવાની હેઠળ આજે બ્રિજના છેડે મોટી સંખ્યામાં વ્યાપારીઓ સ્થાનિક આગેવાનો એકત્રિત થયા હતા તે વહીવટ તંત્ર મરી પરવારી છે અને તેનો આ બેસણું છે તેમ પ્રતિક રૂપે દર્શાવવામાં આવ્યુ હતુ
ગાંધીજીને માર્ગે શાંત અને અહીંસક માર્ગે બેસણા નુ કાયૅક્રમ યોજવા જતા પોલીસે બળ નો ઉપયોગ કરી ૨૫ જેટલા વેપારી અને સ્થાનિક આગેવાનો‌ની ધરપકડ કરી ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા

Related posts

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો