August 8, 2026
ગુજરાત

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 7 મેના રોજ પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા યોજાવાની છે. કુલ 3437 જગ્યા પર ભરતી માટે આ પરીક્ષા લેવાશે. માહિતી મુજબ, આ પરીક્ષા માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારોએ અરજી કરી છે. આથી પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારે ગેરરીતી ન થાય અને પરીક્ષાનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે.

માહિતી મુજબ, તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મ પરીક્ષા માટે સ્ટ્રોંગ રુમથી માંડીને પરીક્ષા ખંડ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યના 30 જિલ્લાઓમાં આ સ્પર્ધાત્મ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે ખાસ સમિતિની રચના કરાઈ છે અને સમિતિના અધ્યક્ષ જે તે જિલ્લાના કલેક્ટર રહેશે. આ પરીક્ષાના સંપૂર્ણ આયોજન, વ્યવસ્થા અને સંચાલન માટે જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી તેમ જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જિલ્લાના શહેરી વિસ્તાર માટે પોલીસ કમિશનર સંયુક્ત રીતે જવાબદાર રહેશે.

પેપરલીકની ઘટનાઓ બાદ તંત્રની ખાસ તકેદારી 

જિલ્લામાં એક કરતા વધુ સ્ટ્રોંગ રુમ હોય એવી જગ્યાએ પરીક્ષા સમિતિના અધ્યક્ષ અલગ-અલગ સ્ટ્રોંગરુમ પર સમિતિના કયા સભ્ય હાજર રહેશે, મટીરીયલ સ્વીકારી અને સીલ કરવાની તથા ડિસ્ટ્રિબ્યુટ કરવાની જવાબદારી સંભાળશે. મહત્ત્વનું છે કે, પેપરલીકની ઘટનાઓ બાદ તંત્ર આ વખતે ખાસ તકેદારી રાખી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગેરરીતી આ પરીક્ષામાં ન થાય તેના માટે ખાસ એસઓપી બનાવવામાં આવી છે.

Related posts

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

હાલમાં ૧૮ રૂપિયામાં મળતી એક સિગારેટ ટૂંક સમયમાં ૭૨ રૂપિયામાં મળશે

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

આખું ધંધુકા પંથક ભડકે બળયુ, ધર્મેશ ગમારા નામના યુવકની ઘાતકી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો