March 21, 2025
ગુજરાત

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. 11 માર્ચ, 2024ના રોજ બોર્ડની પરીક્ષાનો પ્રાંરભ થશે. બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષના કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન, પૂરક પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે

જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSHSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે, જે 6 મે, 2024થી શરૂ થશે અને 9 જૂન, 2024 સુધી રહેશે. બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024થી શરૂ થશે જે 28 માર્ચ 2024 સુધી ચાલશે. જ્યારે શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ, 2024થી યોજાશે. શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે અને વર્ષ દરમિયાન શાળાઓને 19 જેટલી રજાઓ મળવા પાત્ર રહેશે.

નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે

નવા શૈક્ષણિક વર્ષ 2023-2024ના કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે, જેમાં દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ અને સ્થાનિક રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો  છે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે, જે 5 મે, 2024 સુધી રહેશે. ત્યાર બાદ નવું શૈક્ષણિક વર્ષ 2024-2025 10 જૂન, 2024થી પ્રારંભ થશે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન કુલ 245 જેટલા કાર્ય દિવસ રહેશે. જ્યારે પ્રથમ સત્ર દરમિયાન 124 જેટલા કાર્ય દિવસ રહેશે. બીજા સત્રની વાત કરીએ તો બીજા સત્ર દરમિયાન કાર્ય દિવસ 127 રહેશે.

Related posts

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો