હિતુ કનોડીયાએ ફિલ્મ “છૂટાછેડા” માં પત્ની મોના થીબા કનોડીયા સાથે ફરી જીવંત કરી ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી. ભૂતકાળમાં મોના થીબા અને હિતુ કનોડીયાની જોડીએ બેક ટુ બેક જય-વિજય, ચુંદડીના સથવારે , દિલમાં વસતો દેશ એવી ઘણી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની રીલ અને રીયલ લાઈફ કેમેસ્ટ્રી ખૂબ જામી અને બંને લગ્નના તાતણે બંધાઈ ગયા. લગ્ન બાદ મોના થીબા કનોડીયા દસ વર્ષ બાદ ફરી ગુજરાતી રુપેરી પર્દે કમબેક કરી રહ્યા છે ફિલ્મ છુટાછેડા થી. આ ફિલ્મથી ફરી એકવાર આ હીટ જોડીને એકસાથે સિનેપરદે જોવાનો ચાહકોને લ્હાવો મળ્યો છે. ફિલ્મી હીટ જોડીને ફરી એકવાર દર્શકોએ વ્હાલથી વધાવી લીધી. ફિલ્મનું ” ફરી જૂના દિવસોમાં વળીએ” દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે
હિતુ કનોડિયાની એક સાથે ત્રણ ગુજરાતી ફિલ્મો છૂટાછેડા ,માલિકની વાર્તા અને તારો થયો થશે રિલીઝ,
હિતેન કુમાર- કાજલ ઓઝા વૈદ્યની ફિલ્મ તારો થયો હાલ ચર્ચાછે ત્યારે તારો થયોમાં પણ હિતુ કનોડીયાએ કેમીયો કરી દર્શકોને સુખદ સરપ્રાઈઝ આપી છે. અર્બન ગુજરાતી સિનેમામાં પણ વશ , કોઠી , રાડો , માધવ , કમઠાણ ,31st જેવી ફિલ્મોમાં અલગ -અલગ કિરદારોમાં તેમણે પોતાની નોંધ લેવા મજબૂર કરી દીધા છે.
ગુજરાત સિનેઉદ્યોગમાં પણ હવે એક જ દિવસે એક સાથે 2-3 ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર આપી તગડી હરિફાઈ કરી રહી છે. ત્યારે એકજ દિવસે એક જ અભિનેતાની 3 રિલીઝ એ પોતાનામાં કદાચ એક અનોખો રેકોર્ડ કહી શકાય.