March 21, 2025
Other

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ,અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ડમરુ સર્કલએ ગત રોજ પુરપાટ ઝડપે આવતા એક વાહને ૮ વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો છે, સાયકલ ચલાવી ડમરુ સર્કલ પાસેથી પસાર થતા એક બાળકને ઝડપથી આવતા વાહને અડફેટે લેતા ઘટના સ્થળેજ બાળકનું મૃત્યુ થયું છે, આ ડમરુ સર્કલે છ માસમાં આ બીજી ઘટના બની છે , ડમરુ સર્કલે ફરતે જો સ્પીડબ્રેકર હોત તો આ તે બાળકને ટક્કર મારતુ વાહન ધીમે થાત અને આ ગંભીર ઘટના બનતા તળી જાત.

આ ઘટના ના મુખ્ય આરોપી.                                                                                    આ ઘટનામાં આમતો આરોપી તે બાળકને ટક્કર મારી અને ફરાર થઇ જનાર વાહન ચાલક છે પરંતુ આ ઘટનાના તેનાથી પણ મોટા આરોપી તે વિસ્તારના રાજનેતાઓ છે કારણકે ડમરુ સર્કલ મેઘાણીનગરના એવા ભાગમાં આવેલું છે જ્યાં એક બાજુ રોડ ઓળગીએ તો કુબેરનગર મતવિસ્તાર આવે છે અને જો બીજી તરફ રોડ ઓળગીએ તો અસારવા વિસ્તાર આવે છે અને આ રાજનેતાઓના જંગમાં માસૂમ જનતાનો ભોગ લેવાય છે, ડમરુ સર્કલ પાસે સ્પીડબ્રેકર બનાવાની ત્યાંની જનતાએ ઘણીવાર બને મતવિસ્તારના કોર્પોરેટર અને કોર્પોરેશનમાં માંગણી કરી છે પરંતુ મતવિસ્તારના ભાગલા પડતા હોવાના કારણે કોઈપણ આ ગંભીર બાબતને ધ્યાન આપતું નથી, આ ઘટના ના પગલે ટક્કર મારના પર કાનૂની કાર્યવાહી તો થવીજ જોઈએ સાથે સાથે બને મતવિસ્તારના કોર્પોરેટ અને તે વિસ્તારના કોર્પોરેશનના અધિકારી ઉપર પણ કેસ દાખલ કરવો જોઈએ.

અમદાવાદ સમય સમાચાર પત્ર દ્વાર સરકારને પોલીસ તંત્રને અને કોર્પોરેશને નમ્ર અપીલ છે કે આ ઘટનાના ગંભીરતાને સમજે અને જનતાને યોગ્ય ન્યાય આપે

Related posts

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા કરનારા બંને શૂટરો ઝડપાયા

Ahmedabad Samay

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો