February 10, 2025
ગુજરાત

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓ ઠગ કહેવાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં 26 એપ્રિલે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી કરશે. માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ પર ગુજરાતની જનતાનું અપમાન કરવાનો આરોપ છે. આ માટે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેજસ્વી યાદવે માર્ચના અંતમાં વિધાનસભા પરિસરમાં નિવેદન આપ્યું હતું. માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધશે? ટીપ્પ્ણી મામલે તેજસ્વી યાદવ સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે અમદાવાદ કોર્ટમાં પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ  26 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો હતો. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. માનહાનિના આ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ શું કાર્યવાહી કરે છે? તેનો આજે નિર્ણય થશે.

કોર્ટે માનહાનિનો કેસ દાખલ કરવા પર સુનાવણી માટે 1 મેની તારીખ નક્કી કરી હતી. આ અંગે આજે સુનાવણી થશે. કોર્ટમાં બપોરના ત્રણ વાગ્યાનો સમય નક્કી કરાયો છે. માનહાનિના કેસની પ્રારંભિક સુનાવણી બાદ મેટ્રો કોર્ટ પૂછપરછ કરી શકે છે કે રજૂ કરાયેલા તથ્યો સાચા છે કે નહીં. જો કોર્ટને માનહાનિના કેસમાં રાખવામાં આવેલા તથ્યો સાચા લાગે તો કોર્ટ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ સમન્સ જારી કરી શકે છે.

પ્રથમ રાઉન્ડમાં કોર્ટ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવાઓની તપાસ કરશે. જો કોર્ટ તેજસ્વી યાદવ સામે સમન્સ જારી કરે છે તો આવનારા દિવસોમાં બિહારના નાયબ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી શકે છે. માર્ચ મહિનામાં આપેલા તેમના નિવેદનને ગુજરાતની જનતાના અપમાન સાથે જોડવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે માનહાનિના કેસમાં કોર્ટ શું નિર્ણય લે છે?

Related posts

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો