September 8, 2024
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિ વગેરે સહિતના ગંભીર મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે NIAને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હવે અમદાવાદ શહેરના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ, ટેરર ફંડિંગ સહિતની વિવિધ બાબતોને લઈ NIA દ્વારા તપાસ કરાઈ રહી છે.

NIAના વાહનોને ટોલમુક્તિ અંગે પણ નિર્ણય!

ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ગૃહ વિભાગની મંજૂરી બાદ હવે શહેરના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન બનશે. આથી NIA હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેશે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ NIAના વાહનોને ટોલમુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી છે. 8 જેટલા વાહનોને ટોલમુક્તી અપવા પરિપત્ર કરાયો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં પણ NIA દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Related posts

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો