‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો -2023’ અમદાવાદની રેડિસન બ્લુ હોટેલમાં 6 અને 7 મેના રોજ સવારે 9 થી 6 દરમિયાન યોજાશે. શું તમે એવા વિદ્યાર્થી છો કે જેઓ વિદેશમાં ભણવાનું સ્વપન જોઇ રહ્યા છો ? પણ માર્ગદર્શન ક્યાંથી મેળવવું તેની કોઇ ચોક્કસ માહિતી નથી ? આ બાબતે તમે કોઇ ચિંતા કરશો નહીં. ઇંગ્લિશ લેંગ્વેજ એડવોકેસી ટ્રસ્ટ WELTT દ્વારા અમદાવાદમાં ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’ માં તમે તમારા ફોરેન એજ્યુકેશનના સપનાને સાકાર કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન અને માહિતી મેળવી શકશો. WELTT એ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે જે આપણા કોમ્યુનિટીના યુવાનોમાં શિક્ષણ અને નોલેજની વહેંચણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
અંશુ રાઠોડ, ભૂમિકા વાલિયા, ચાર્મિસ મણિયાર, હેરી વોરા, હિરલ રાઠોડ, મૌલિક રાવલ, મોહિત દેસાઈ અને વિશાલ મોદી WELTTના ટ્રસ્ટી છે. આ ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો’માં અમદાવાદની 14 સૌથી વિશ્વસનીય એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ અને ઇમિગ્રેશન કંપનીઓના પ્રમાણિત ટ્રેનર્સ અને કાઉન્સેલર્સ સાથે યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુરોપની લીડિંગ યુનિવર્સિટીના કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર્સ પણ ઉપસ્થિત રહેશે. ફોરેન એજ્યુકેશન એ લાખો ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે કારણ કે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની ડિગ્રી સફળ કારકિર્દી તરફ દોરી શકે છે. આ બધી બાબત વચ્ચે ટોપની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો એટલો સરળ પણ નથી. આ સાથો-સાથ યોગ્ય દેશ, યુનિવર્સિટી અને અભ્યાસક્રમો પસંદ કરવા અંગેની પણ અનેક ચિંતાઓ છે.
આ ઉપરાંત નિયમો અને જરૂરિયાતો માત્ર દેશ-દેશમાં જ નહીં પણ તે જ દેશની યુનિવર્સિટીઓમાં પણ અલગ-અલગ હોય છે. યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી છે અને તેથી જ અમે ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો’નું આયોજન કરી રહ્યા છીએ. શહેરના શ્રેષ્ઠ વિઝા કન્સલ્ટન્ટ્સ અને ટોપની યુનિવર્સિટીઓના સર્ટિફાઇડ એજન્ટ્સ અને કાઉન્સેલર્સ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પ્રશ્નોના જવાબ આપશે તેમજ અનેક તકો શોધવામાં મદદ કરવા માટે ઉપસ્થિત રહેશે. અમે વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાના તેમના સપનાને આગળ વધારવા તેમજ તેઓની કારકિર્દીને ઉડાન ભરવામાં મદદ કરવાનું સરળ બનાવવા માંગીએ છીએ. ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો’માં વિદ્યાર્થીઓને તેની સલ્ગન દરેક બાબતો અંગેની માહિતી મળશે જે તેઓને જાણવાની જરૂર છે. તો ચાલો જઇએ વિદેશ.
WELTTના ટ્રસ્ટીઓ એ જણાવ્યું હતું. આ એક્સ્પોમાં વિદ્યાર્થીઓને વિઝા અંગેની ગાઇડલાઇન્સ, સ્કોલરશિપ ઉપલબ્ધતા તેમજ શ્રેષ્ઠ નિષ્ણાતો પાસેથી ફોરેન એજ્યુકેશન વિશે માહિતગાર પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને IELTS, TOEFL, PTE, SAT અને GRE જેવી એક્ઝામની તૈયારીઓ માટે યોગ્ય ઉકેલો અને ડિસ્કાઉન્ટ વાઉચર પણ મળશે. આમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને રૂ. 20,000 અથવા તેનાથી વધુ સુધીની અરજી ફી માફી સ્કોલરશીપ જેવા લાભો પણ મળશે. અમદાવાદની રેડિસન બ્લુ હોટેલમાં ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો -2023’ તારીખ 6 અને 7 મેના રોજ સવારે 9 થી 6 દરમિયાન યોજાશે.