December 10, 2024
ગુજરાત

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જગન્નાથ મંદિર અને સરસપુરમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે સાથે જ રાસ ગરબા અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે.

08 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી પૂર્વે આજે શહેરમાં જળયાત્રા યોજાશે, જેમાં લોકો પરંપરાગત પરિધાન અને શ્રદ્ધા સાથે જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની જળયાત્રા બાદ ભગવાનો જળાભિષેક કરાશે અને ત્યાર બાદ આરતી પૂજા થશે. ત્યાર પછી ભગવાનને મોસાળ વળાવવામાં આવશે. ભગવાનના મોસાળમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.  જણાવી દઈએ કે, આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે. લાંબી પ્રતિક્ષા બાદ યજમાન તરીકે તેમનું નામ આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન મામાના ઘરે જશે

ભગવાનની જળયાત્રામાં વાંચતે ગાજતે ભજન મંડળી અને રાસ મંડળીની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે અને ત્યાં ગંગા પૂજન કરાશે. વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે, અભિષેક, પૂજન અને આરતી બાદ ભગવાન પોતાના મામાના ઘરે જશે

Related posts

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો