November 17, 2025
ગુજરાતરાજકારણ

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

દેશના ત્રણ  રાજ્યોમાં ભાજપની જીતને લઈ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી છે. જે ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ પણ જોડાયા છે. કાર્યકરો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો
આ ભવ્ય જીતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વડાપ્રધાનની વિકાસની રાજનીતી, ગેરંટી અને ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ તેમજ બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે તે માટે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી વિજયી બનાવી છે.

વડાપ્રધાને જે વિકાસની રાજનીતી શરૂ કરી છે. તે દરેક રાજ્યમાં પણ ડબલ એન્જીન સરકારનો લાભ મળે અને દરેકે દરેક રાજ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધેએ માટે પ્રયત્ન થશે. ડબલ એન્જીનની સરકારનો દરેકને લાભ મળશે મળશે

Related posts

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો