ગુજરાતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ પારબંદરમાંથી ISISના શકમંદોની ધરપકડ કરી છે. પકડાયેલા શકમંદો ISIS માટે ભરતી થવા જઈ રહ્યા હતા. ગુજરાત એટીએસની ટીમ લાંબા સમયથી તેમના પર નજર રાખી રહી હતી.
ગુજરાત પોલીસે રથયાત્રા પહેલા આતંકિ ગતિવિધીઓનો પર્દાફાશ કર્યો છે. આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા 5 શખ્સોની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. પોરબંદરથી શ્રીનગરના 3 શખ્સ તેમજ 1ની સુરતથી ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ડીજીપી વિકાસ સહાયે મીડીયા સમક્ષ કેટલીક મહત્વની વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના પોરબંદરના કોસ્ટલ એરીયામાં ફિસિંગ બોટ મારફતે ત્રણ શખ્સ અફઘાનિસ્તાન અને ત્યાંથી ઈરાન જવાના છે. એ માહિતીના આધારે સર્વેલન્સ દ્વારા એટીએસની ટીમ કોસ્ટલ એરીયામાં પહોંચી હતી અને વધુ માહિતીના આધારે પોરબંદર રેલ્વે સ્ટેશન પાસે ડીટેઈન કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
આ ત્રણ ઉબેદ નાસીર મીર, હનાન હયાત સોલ, મોહમ્મદ હાજી આ ત્રણની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન અન્ય બેના નામ પણ સામે આવ્યા છે. પૂછપરછ દરમિયાન સુરતની સુમેરાબાનુંનું નામ સામે આવ્યું છે. આ ત્રણ લોકો પોરબંદરમાં અને સુમેરાબાનું સુરતમાં કાર્યવાહી કરી પંચનામું કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી તમામ ગેજેટ્સટ કબ્જે કરી જે આઈએસઆઈ સાથે સંકળાયેલા છે તેની સાબિતી મળી છે.
ઝૂબેર અહેમદ મુન્સીને ડીટેઈન કરવાની કામગિરી ચાલું છે. એ લોકોની ઈચ્છા એવી હતી કે, આઈએએસઆઈના મેન મોડ્યુલ ખુરાસનમાં જઈને મળી જવાના હતા અને અન્ય કોઈ દેશમાં જઈને ટેરરીસ્ટ એક્ટિવિટી કરવાના હતા. જેમાં એક વીડિયો પણ મળી આવ્યો છે.
ગુજરાત પોલીસ આતંકવાદી પ્રવૃત્તિ સામે કાર્યવાહી સતત કરવામાં આવતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા મહત્વનું મોડ્યુલ જે પકડવામાં આવ્યું છે તેના માધ્યમથી આવનાર દિવસોમાં ઉંડાણપૂર્વક તપાસ કરાશે. લોકલ સુરતમાંથી