ક્રુડના સતત નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનું દબાણ સર્જાયું છે. સરકાર ૧લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં હલચલ જણાઈ છે તેના કારણે આ શક્યતા બહાર આવી છે.
અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.૯૬.૪૨ અને ડીઝલનો ભાવ રૂ.૯૨.૧૭ ચાલી રહ્યો છે. સરકાર કેટલો ભાવ ઘટાડો કરે છે તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી. રાજયમાં ૫,૫૦૦ કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ આવેલા છે. જયાંથી રોજ લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવના કારણે મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તો મોંઘવારી ઘટે તેવી આશા લોકો રાખી રહ્યાં છે.