September 21, 2026
અપરાધ

અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

અમદાવાદના નવરંગપુરામાં મહિલા સાથે પિતરાઈ ભાઈએ 1.75 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પિતરાઈ ભાઈ અને તેના ભાગીદારોએ ધંધામાં આર્થિક મદદ કરવા મહિલાને કહ્યું હતું. જેમાં મહિલાએ વિશ્વાસ રાખીને રૂપિયા આપ્યા હતા.

 

Fraud

મહિલાએ ઘર ખરીદવા માટે પિતરાઈ ભાઈ પાસેથી રૂપિયા પરત માગ્યા તો આરોપી વારંવાર બહાના આપતા હતા. અંતે કંટાળીને મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ સહિત ત્રણ આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચેતને ધંધો સ્થિર થયા પછી પૈસા પાછા મળી જશે તેવું કહેલું. જેથી નેહલે મે અને ઓક્ટોબર 2023 દરમિયાન રૂ.1.37 કરોડ આસ્થા ક્રિએશન્સના એક્સિસ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતી. જ્યારે અન્ય રૂ.37.5 લાખ રોકડા આપ્યા હોવાનો દાવો કર્યો છે, ત્યારે નેહલે કુલ 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં મહિલાના પતિએ પણ પિતરાઈ ભાઈના નાણાકીય મદદ કરવા સંમતિ આપી હતી.

Related posts

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિકને રસ્તા વચ્ચે લઘુશંકા કરવું પડ્યું ભારે, નોકર દાગીના લઇ થયો ફરાર

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

એરપોર્ટ પોલીસે ગોગો અને રોલીંગ પેપરનો 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ahmedabad Samay

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો