March 25, 2025
ગુજરાત

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

ગુજરાતના વિવિધ પ્રાંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત તેમજ કચ્છ સહીતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. 65 ટકા જેટલો સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી પડી શકે છે આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર સહીતના વિસ્તારોમાં ભારે વરસાદમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના આ વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 24 કલાક ભારે છે ત્યારે દ્વારકા, જામનગર અને કચ્છમાં અને તેમાં પણ કોસ્ટલ કચ્છ એરીયામાં મુસળધાર વરસાદ થઈ શકે છે. જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.   24 જુલાઈ બાદ વરસાદ ઓછો થશે આગામી ત્રણ દિવસમાં બિલકુલ વરસાદ ઓછો પડશે. સાઉથ, વેસ્ટ, નોર્થ વિસ્તારની વરસાદની સિસ્ટમ સક્રીય થઈ હોવાથી ભારે વરસાદની આગાહી ફરી એકવાર ગુજરાતમાં કરવામાં આવી છે.

જો કે, અત્યારે જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Related posts

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો