રાજકોટના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાની છે. ૨૭મીએ નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને કુલ ૨ હજાર કરોડથી પણ વધુનાં વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. રંગીલુ રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આગમનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે
એને વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે તેની દેખ રેખ રાખી રહ્યા છે. ૨૭મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના કામોનું લોકાર્પણ કરી રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિશાળ જનસંબોધન લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
રાજકોટના રેસકોર્ષ ખાતે વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને પણ સંબોધન કરનાર છે.
બપોર બાદ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવાના હોય ત્યારબાદ હિરાસર એરપોર્ટથી વડાપ્રધાન મોદીનો કાફલો હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટમાં આવી પહોંચશે.