વાયબ્રન્ટમાં અમદાવાદ ઈન્ટરનેશલન એરપોર્ટ પર હવે વિદેશી ડેલિગેટ્સના ચાર્ટર્ડને ડાયવર્ટ કરવાની જરુર નહીં પડે. કેમ કે, અમદાવાદમાં નવા પાર્કિંગ વિમાનોને સમાવવા માટે બનાવવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર નવા 6 પાર્કિંગ વધારવામાં આવશે, અત્યારે 42 જેટલા પાર્કિંગ છે જો કે, થોડા સમય પહેલા 19 પાર્કિંગ વધારવામાં આવ્યા હતા. આમ પાર્કિંગ વધતા અંદાજે 48 જેટલા પાર્કિંગ અમદાવાદ એરપોર્ટ પર થશે. જેથી વાયબ્રન્ટ સહીતની મોટી ઈવેન્ટમાં ડેલિગેટ્સ તેમજ વિવિધ દેશના મહાનુભાવો ચાર્ટડ વગેરેમાં આવતા હોય છે. જેથી તેમને પણ સવલત મળી રહેશે. કેમ કે, વાયબ્રન્ટમાં આવતા ડેલિગેટ્સના ચાર્ટર્ડ અગાઉ સુરત અને વડોદરામાં ડાયવર્ટ પણ કરવા પડે છે.
અમદાવાદ એરપોર્ટ રાજ્યનું સૌથી વધુ વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. ત્યારે અહીં મોટી સંખ્યામાં ફ્લાઈટ ઉપરાંત ચાર્ટર્ડ વગેરે લેન્ડ થાય છે ત્યારે રાજ્યલક્ષી મોટી ઈવેન્ટ દરમિયાન બહારથી મોટી સંખ્યામાં ડેલિગેટ્સ પણ આવતા હોય છે. નવી ફ્લાઈટો પણ વધી રહી છે ત્યારે નવા 6 પાર્કિંગ વધારવામાં આવશે. જેમાં નાના મોટા વિમાનોના પાર્ક થઈ શકશે.
ગુજરાતમાં વાયબ્રન્ટ આ એક રીતની તૈયારી પણ કહી શકાય છે. આ વખતે વાયબ્રન્ટની ભવ્ય તૈયારી છે. જેમાં ચાર્ટર્ડ ફ્લાઈટની મુવમેન્ટ વધું જોવા મળશે. નવા 6 પાર્કિંગ ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 તરફ ફાયર સ્ટેશનની આગળના ભાગે વધારવામાં આવશે. જો કે, આ પાર્કિંગ માટે મંજૂરી સહીતની પ્રક્રીયા બાકી હોવાથી આગામી સમયમાં આ કામગિરી કરવામાં આવશે.