18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાગી કરાઈ છે. કચ્છમાં સતત પાંચમાં દિવસે ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં વિસ્તારો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય IMD અનુસાર રાજસ્થાન, ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ અને આંદામાન-નિકોબારમાં વરસાદ પડવાની સંભાવના છે.
મીડિયા સાથેની વાતચીતમાં IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે આવતીકાલે લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધી શકે છે, તેથી પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદની બહુ સંભાવના નથી. ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.