September 8, 2024
અપરાધગુજરાત

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

AMTS બસે ફરી એકવાર શહેરમાં મોટો અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. AMTS બસે બાઈક ચાલકને ટક્કર મારી છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. રોડ વચ્ચે અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.

અમદાવાદના જુહાપુરામાં અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. AMTS બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. ત્યારે જુહાપુરા ખાતે આ ઘટના બની છે.

તાજેતરમાં AMTS અને BRTS બસના અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.  છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે.

જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

admin

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો