September 23, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં એક્સેલેન્ટ સ્કૂલ માંથી 150+ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સાઈકાયટ્રિસ્ટ, ડો. આત્મન પરીખ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં હાલના બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવ દૂર કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. અને નિષ્ણાત સાઈકાયટ્રિસ્ટ દ્વારા સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું, માનસિક સ્વસ્થતા અને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Related posts

વિશ્વના આશરે 40 દેશોએ માત્ર અપીલ જ નહીં, પરંતુ ઉર્જા બચાવવા માટે કડક કાયદાકીય પ્રતિબંધો ઠોકી બેસાડ્યા,AC નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Ahmedabad Samay

ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હિન્દીભાષી/ઉત્તર ભારતીય/પરપ્રાંતીય સમુદાય માટે સરકાર પાસે કરી માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો