March 25, 2025
ગુજરાત

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

અમદાવાદમાં ફરી ઈન્‍કમટેક્‍સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્‍ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્‍કમટેક્‍સ વિભાગના રડારમાં છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શકયતા છે.

અમદાવાદમાં ફરી ઈન્‍કમટેક્‍સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્‍ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્‍કમટેક્‍સ વિભાગના રડારમાં છે.

દિવાળી નજીકમાં છે ત્‍યારે અમદાવાદમાં સાયન્‍સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્‍ટ ધરાવતા બિલ્‍ડરોને ત્‍યા દરોડા પાડવામાં આવ્‍યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્‍ડર્સના ઠેકાણા સહિત ૨૪ જેટલા સ્‍થળોએ IT વિભાગની ટીમો પહોંચી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્‍યાં પણ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્‍ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.

ઇન્‍કમટેક્‍સનો ૧૫૦ થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શકયતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્‍ડર્સના ત્‍યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્‍યા હતા, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શકયતા છે.

મહત્‍વનું છે કે આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્‍લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર ૫ દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મળ્‍યા ૨૦૦ કરોડ રુપિયાના બિનહિસાબી વ્‍યવહાર મળી આવ્‍યા હતા.

આવકવેરા વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ડિજિટલ ડેટા મળી આવ્‍યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીમાં સીઝ કરાયેલા ૨૦ બેંક લોકરની પણ તેમાં તપાસ કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં કાળા નાણાનું જમીન અને મકાનોમાં રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી હતી.

Related posts

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

Ahmedabad Samay

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો