September 12, 2024
દુનિયા

ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું

ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું છે. વાસ્‍તવમાં, ઇઝરાયેલી સેનાનો દાવો છે કે ગાઝાને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્‍યું છે. તેનાથી હમાસની કમર તૂટી ગઈ છે. હવે હમાસ પર વધુ આકરી પ્રહાર કરવામાં આવશે. ઈઝરાયેલે પહેલા જ ગાઝાના સામાન્‍ય લોકોને ઉત્તરથી દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહ્યું હતું. આ માટે તેમને સમય પણ આપવામાં આવ્‍યો હતો. ગાઝાના બે ભાગમાં વિભાજન થયા બાદ હમાસની મુસીબતમાં વધુ વધારો થયો છે. હમાસના આતંકવાદીઓના બચવાની કોઈ શકયતા નથી.

ઈઝરાયેલ અને હમાસ વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના ૩૧માં દિવસે, ઇઝરાયેલી આર્મી IDFએ ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધી છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ ગાઝાને ઘેરી લીધું છે અને તેને બે ભાગમાં વહેંચી દીધું છે.

ઈઝરાયેલની સેનાના પ્રવક્‍તા ડેનિયલ હગારીએ કહ્યું કે ગાઝા હવે ઉત્તર ગાઝા અને દક્ષિણ ગાઝામાં વહેંચાયેલું છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગાઝામાં જોરદાર વિસ્‍ફોટ પણ સંભળાયા હતા.એવું માનવામાં આવે છે કે આગામી ૪૮ કલાકમાં ઈઝરાયેલની સેના ગાઝા શહેરમાં પ્રવેશ કરશે.

યુદ્ધ શરૂ થયા બાદ ગાઝામાં ત્રીજી વખત ઈન્‍ટરનેટ ખોરવાઈ ગયું છે. આ કારણે ગાઝાના લોકોને ઈઝરાયેલની નવી હુમલાની નીતિ વિશે સચેત કરવું મુશ્‍કેલ બની રહ્યું છે. યુએન પેલેસ્‍ટિનિયન રેફયુજી એજન્‍સીના પ્રવક્‍તા જુલિયટ તૌમાએ કહ્યું કે અમે UNRWA ટીમના મોટાભાગના સભ્‍યો સાથે સંપર્ક ગુમાવી દીધો છે.

ગાઝાના આરોગ્‍ય અધિકારીઓએ જણાવ્‍યું હતું કે રવિવારે મધ્‍ય ગાઝામાં બે શરણાર્થી શિબિરો પર પણ હુમલો કરવામાં આવ્‍યો હતો. ૫૩ લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. નોંધનીય છે કે યુદ્ધમાં અત્‍યાર સુધીમાં બંને પક્ષોના લગભગ ૧૨ હજાર લોકો માર્યા ગયા છે. આમાં પેલેસ્‍ટાઈનને વધુ નુકસાન થયું છે

ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે ગાઝા શહેર પર ભારે હુમલા કરવામાં આવી રહ્યા છે અને ગાઝા પટ્ટીને બે ભાગમાં કાપી દેવામાં આવી છે. ઇઝરાયેલી

સેનાના પ્રવક્‍તા ડેનિયલ હગારીએ જણાવ્‍યું હતું કે ઇઝરાયલી દળોએ ગાઝા શહેરને ઘેરી લીધું છે અને હવે તેને દક્ષિણ ગાઝા અને ઉત્તર ગાઝા વિસ્‍તારમાં કાપી નાખ્‍યું છે. તેમણે કહ્યું કે સૈનિકો બીચ પર પહોંચી ગયા છે અને તે વિસ્‍તારો પર કબજો કરી રહ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે હવે હમાસના આતંકવાદી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર જમીન ઉપર અને નીચેથી મોટા પાયે હુમલો કરવામાં આવી રહ્યો છે.

એક અલગ નિવેદનમાં, ઇઝરાયેલી આર્મી જનરલ સ્‍ટાફના વડા, એલટીજી હરઝી હલેવીએ ઉત્તરીય કમાન્‍ડમાં એક બેઠક દરમિયાન જણાવ્‍યું હતું કે IDF ઉત્તર ગાઝા પર કોઈપણ ક્ષણે હુમલો કરવા માટે તૈયાર છે. IDFએ ટ્‍વિટર પર પોસ્‍ટ કર્યું ઁઑફ ઇઝરાયેલઁના અહેવાલ અનુસાર, અગાઉના દિવસે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ જાહેરાત કરી હતી કે જ્‍યાં સુધી ઉગ્રવાદી જૂથ હમાસ બંધકોને મુક્‍ત નહીં કરે ત્‍યાં સુધી ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત થશે નહીં.

નેતન્‍યાહુના કાર્યાલયમાંથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે પીએમએ કહ્યું કે તમારા શબ્‍દકોશમાંથી ‘સીઝફાયર’ શબ્‍દ હટાવો. જ્‍યાં સુધી અમે તેમને હરાવીશું નહીં ત્‍યાં સુધી અમે હુમલો ચાલુ રાખીશું, અમારી પાસે કોઈ વિકલ્‍પ નથી. દરમિયાન, અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત માઇકલ હરઝોગે ગાઝાને વિશ્વનું સૌથી મોટું આતંકવાદી સંકુલ ગણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે ગાઝા વિશ્વનું સૌથી મોટું આતંકવાદી સંકુલ છે. જેમાં હજારો ફાઈટર અને રોકેટ અને અન્‍ય હથિયારો અને ૩૧૦ માઈલ (૫૦૦ કિલોમીટર) અંડરગ્રાઉન્‍ડ ટનલ છે. આ તે છે જેની સામે આપણે લડી રહ્યા છીએ અને આપણે તેને જડમૂળથી ઉખેડી નાખવું પડશે. જો અમે આવું નહીં કરીએ તો તેઓ વારંવાર હુમલો કરશે.

Related posts

તાલિબાને પોતાની નવી સરકારનુ એલાન કર્યું

Ahmedabad Samay

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

Ahmedabad Samay

તાલિબાનનો દાવો અફઘાનિસ્તાનો ૮૫ ટકા વિસ્તારો તેના કબજામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો