March 25, 2025
દુનિયા

ભારત પ્રવાસ પર PAK વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો, ગોવા આવતા પહેલા કહી આ વાત

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગોવામાં યોજાનારી વિદેશ મંત્રીઓની SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટમાં ભાગ લેશે. પાકિસ્તાનના કોઈ વિદેશ મંત્રીની 12 વર્ષમાં આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા હિના રબ્બાની જુલાઈ 2011માં શાંતિ મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી હતી. બિલાવલ ભુટ્ટોએ તેમની મુલાકાત પહેલા એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભારત મુલાકાત એ સંદેશ આપે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્ત્વ આપે છે.

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, આજે હું ભારતનાં ગોવા જઈ રહ્યો છું. જ્યાં હું SCOમાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ. મારું જવું એ સંદેશ આપે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્ત્વ આપે છે અને તે તેના સભ્યપદને કેટલી ગંભીરતાથી લે છે. મારી મુલાકાત દરમિયાન, જે ખાસ કરીને SCO પર કેન્દ્રિત છે, હું પાકિસ્તાનના મિત્ર દેશોના મારા સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચાની આશા રાખું છું.

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત નહીં થાય

ભારત તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે SCO સમિટ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. જયારે પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે ભુટ્ટોની મુલાકાત દરમિયાન બિલાવલ ભારતના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે નહીં. જોકે, બિલાવલ ભુટ્ટો SCOની બહાર ચીન અને રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી શકે છે. બિલાવલ ગોવામાં ભારતીય મીડિયાની સામે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તે ચીનનો રાગ આલાપી શકે છે.

બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ SCOની બાજુમાં ગોવામાં ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

ભારતે આમંત્રણ મોકલ્યું હતું

ભારતે SCO દેશોના વિદેશ મંત્રીઓને પ્રોટોકોલ હેઠળ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ દેશોમાં પાકિસ્તાન અને ચીન પણ સામેલ છે. જો કે, પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે બિલાવલ નહીં આવે, જો કે તેમણે સમિટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ડિસેમ્બરમાં ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

ગોવા આવવા મજબૂર છે PAK વિદેશ મંત્રી

ગોવામાં યોજાનારી SCO સમિટમાં રશિયા અને ચીન બંને ભાગ લઈ રહ્યા છે. આ બંને દેશો આર્થિક સંકટના સમયમાં પાકિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ સહયોગી છે. આવી સ્થિતિમાં બંને દેશો SCOમાં જોડાયા ત્યારે પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એટલું જ નહીં, SCOના સ્થાપક સભ્યો નથી ઈચ્છતા કે SCO ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટનો શિકાર બને. આથી બિલાવલ ભુટ્ટો ગોવાની મુલાકાતે આવી રહ્યા છે.

ભારત-પાકિસ્તાનના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં

બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાનના નેતાઓ એકબીજાના દેશની મુલાકાત પણ લેતા ન હતા. આ પહેલા 2014માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પીએમ મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી.

આ પછી 2015માં પીએમ મોદી નવાઝ શરીફની પૌત્રી મેહરુન્નિસાના લગ્ન માટે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દિવસે નવાઝ શરીફનો જન્મદિવસ પણ હતો. પીએમ અચાનક પાકિસ્તાન પહોંચી ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ આ મુલાકાત પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદી, પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે. વિવાદિત મુદ્દાઓને ઉકેલવાનો એકમાત્ર રસ્તો એ છે કે સતત એકબીજા સાથે જોડાયેલા રહેવું. જોકે, 2019માં પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગાડતા ગયા.

Related posts

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

ઇઝરાયેલે ગાઝા પર ઘેરો ઘાલ્‍યો, વીજળી, ઈંધણ, ખોરાક, સામાન અને પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્‍યો

Ahmedabad Samay

ઇંગ્લેન્ડ મૃત વ્યક્તિ થયો જીવંત, હો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર

Ahmedabad Samay

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે થયો યુદ્ધ વિરામ

Ahmedabad Samay

બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો