આજ રોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ ખેલ મહાકુંભનો આયોજન કરવામાં આવ્યો હતો, ખેલ મહાકુંભનો આઇ શ્રી તુલજાભવાનીના આરતીથી શુભ આરંભ કરવામાં આવ્યું હતું
ખેલ મહાકુંભમાં નાના બાળકો, યુવકો , મહિલાઓ અને પુરુષોએ ઉષ્માભેર ભાગ લીધો હતો, આ મહોત્સવમાં લીંબુ ચમચી, કોથળા દોડ, દોડ, લંગડી દોડ, બાસ્કેટબોલ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ત્રીજા નંબરે આવનાર સ્પર્ધકને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને પરેશ દેવલેકર દ્વારા તમામ પ્રથમ વિજેતાને પારિતોષિક આપવામાં આવી હતી. તથા રમત ગમત સાથે સાથે વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું અને પ્રતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યા હતા,
આ કાર્યક્રમમાં સમાજના અને ટ્રસ્ટના સભ્યોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને સૌ ઉપસ્થિત સભ્યોએ સહ પરિવાર સાથે ખૂબ મજા માણી હતી.


