જીસીએસ હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
આયુષ્માન ભારત યોજનાના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી.
આયુષ્માન ભારત યોજના હેઠળ જીસીએસ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવા માટે નો કેમ્પ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ અને તેમના પરિવારજનો માટે વટવા ખાતે તારીખ 30 એપ્રિલ 2023 ના રોજ આયોજીત કરવામાં આવ્યો. આયુષ્માન ભારત કેમ્પનો 100 મહિલાઓ અને તેમના પરિવારજનોએ લીધો છે. તેમજ આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધી 33 હજાર થી વધારે દર્દીઓએ નિઃશુલ્ક સારવાર જીસીએસ હોસ્પિટલ ખાતે લીધેલ છે.
જીસીએસ હોસ્પિટલમાં તમામ રોગોની સારવાર માટે આયુષ્માન કાર્ડનો લાભ લઇ શકો છે. આયુષ્માન ભારત યોજનાના હેઠળ ભારતની આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ લોકોને મળે તથા આરોગ્યની સુવિધાઓનું મહત્વ કેમ્પ ના લાભાર્થીઓ ને સમજાવવામાં આવ્યુ છે. આ કાર્ડ થી દરેક નાગરિકને મોટાભાગ ની ઉચ્ચ સ્તરની આરોગ્ય સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.