હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્ર કહ્યા બદલ કોંગ્રેસ ,ઇન્ડિયા ગઠબંધન અને dmk સાંસદ નો વિરોધ કરાયો,હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચુંટણીમાં કારમી પરાજય પછી કોંગ્રેસ ના સહયોગી ઇન્ડિયા ગઠબંધન ના dmk નાં સાંસદ સેન્થીલે હિન્દી બેલ્ટ / ઉત્તર ભારતના રાજ્યોને ગૌ મૂત્ર કહી હિન્દી બેલ્ટના રાજ્યોનું જ નહી પરંતુ સમ્પૂર્ણ ભારત અને સનાતન ધર્મ નું અપમાન કરી અપરાધ કર્યું છે.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ઉપરોક્ત નિવેદન ની નિંદા કરે છે અને વખોડી કાઢે છે. ગૌ , ગંગા અને ગીતા હિન્દી બેલ્ટની જ નહી પરંતુ સનાતન ધર્મ ની વિશેષ ઓળખ છે. હલકી માનસિકતા ના લીધે કોંગ્રેસ ના સહયોગીઓ દ્વારા આવા ઘૃણાસ્પદ નિવેદનો આપી ભારત તોડો ની કામગીરી કરવામાં આવે છે .અને બીજી બાજુ ભારત જોડો યાત્રા નો ઢોંગ કરી દેશને તોડનારા તત્વો ને સાથે રાખી ઇન્ડિયા ગઠબંધન બનાવી સત્તામાં આવવા માંગે છે.
કોંગ્રેસના રાહુલ ગાંધી અને dmk નાં સાંસદ સેન્થીલે સામે આવી હિન્દી બેલ્ટ અને સનાતન ધર્મ થી તાત્કાલિક માફી માંગવી જોઈએ અન્યથા આવનારી લોકસભા ની ચુંટણીમાં માં આનું ભયંકર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.