August 20, 2026
Other

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટની પણ જરૂર છે. માત્ર એક ક્‍લિકથી ગોલ્‍ડ, શેર માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.

જો કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે.

તમારે રોજના ફક્‍ત ૧૦૦ રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું સરેરાશ વળતર ૧૨ ટકા જેટલું છે. જોકે, મ્‍યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્‍યુચ્‍યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના ૧૦૦ રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના ૧૦૦ રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા બચાવશો. દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIP (સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) માં આ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે ૩૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્‍કયુલેટર મુજબ, આ રીતે તમે ૩૦ વર્ષમાં ૧૦,૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી લેશો.

હવે જો તમે મ્‍યુ. ફંડના સરેરાશ ૧૨ ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર ૯૫,૦૯,૭૪૧ રૂપિયાનું વળતર મળશે. આ રીતે ૩૦ વર્ષમાં તમારા નાણા વધીને ૧,૦૫,૮૯,૭૪૧ રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો કરોડપતિ.

Related posts

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

IPL 2026 સીઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને જીત સાથે પ્રારંભ કર્યો

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિહ મુનીમસિહ ભદૌરિયા શાળા સંકુલમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવ આયોજન કરાયું

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત લોકસભા અપડેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો