અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણ કાર્ય અને લોકોને મદદરૂપ થઇ શકે તે અર્થે રાષ્ટ્રીય કાર્યાલયનું વસ્ત્રાલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યાલયનો એટલો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કે લોકો જોતાજ રહી ગયા હતા. ઉદ્ઘાટનમાં મોટા મોટા નેતાઓની પણ હાજરી આપવામાં આવી હતી.રાષ્ટ્રીય કાર્યાલયનું શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન પ્રદીપસિંહ જાડેજા, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર નિકુલસિંહ તોમર અને અન્ય મોટા નેતાઓ, સામાજીક કાર્યકરો અને સંગઠનો હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન દરમિયાન મોટી માત્રામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વસ્ત્રાલ વિસ્તારના રહેવાસીઓમાં પણ ઉમગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ ઉદ્ઘાટન દરમિયાન સ્મોબ્ધન કરતા જણાવ્યું હતું કે આ કાર્યાલય સમાજના દરેક વર્ગ માટે હમેશા માટે ખુલ્લા છે આ કાર્યાલયના ઉદ્ઘાટન પાછળનો માત્ર એક ઉદ્દેશ છે કે જે રીતે વીર છત્રપતિ શિવાજી રાજે એ જે પ્રમાણે પ્રજાની સમસ્યાઓ નો હલ કરવામાં આવતો હતો તેજ રીતે અહીં પ્રજાના દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓનો હલ કરવામાં આવશે. અહીં પ્રજાના હિત માટે અને સુરક્ષા માટે સામાજિક પ્રશ્નો હલ કરવામાં આવશે.