January 25, 2025
તાજા સમાચાર

રાજસ્‍થાનના અજમેરમાં સાબરમતી એક્‍સપ્રેસ અને માલગાડી વચ્‍ચે ટક્કર થઈ

રાજસ્‍થાનના અજમેરમાં સાબરમતી એક્‍સપ્રેસ અને માલગાડી વચ્‍ચે ટક્કર થઈ હતી. આ પછી સાબરમતી એક્‍સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને અનેક કોચને નુકસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. ઘટના બાદ રેલ્‍વે અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને લોકોને ટ્રેનમાંથી બહાર કાઢયા અને રવાના કર્યા. મુસાફરોની ચીસોથી વાતાવરણ ગાજી ઉઠયું હતું.

રાજસ્‍થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્‍ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરાપ્રતફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્‍ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્‍ટ સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ અને માલગાડી વચ્‍ચે આ અથડામણ થઈ હતી. ૪ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા.

અકસ્‍માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્‍ટ સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસના એન્‍જિન સહિત ૪ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્‍માત રાત્રે લગભગ ૧:૧૦ વાગ્‍યે મદાર સ્‍ટેશન નજીક બન્‍યો હતો જ્‍યારે ગુડ્‍સ ટ્રેન અને એક્‍સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.

આ પછી ટ્રેનના લોકો પાયલોટે ઈમરજન્‍સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્‍સપ્રેસ ગુડ્‍સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્‍માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્‍ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્‍માતમાં કોઈ જાનહાની થઈ નથી.

ઘટના પછી જ્‍યારે મુસાફરો સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્‍યું કે ટ્રેન અજમેર રેલવે સ્‍ટેશનથી લગભગ ૧૨:૫૫ વાગ્‍યે નીકળી હતી અને થોડા કિલોમીટરની મુસાફરી કર્યા પછી અકસ્‍માત થયો હતો. અકસ્‍માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગ્‍યો હતો અને સીટ પર સૂઈ રહેલા બાળકો, મહિલાઓ અને વળદ્ધો સીટ પરથી નીચે પડી ગયા હતા. દુર્ઘટના બાદ મુસાફરોએ પણ રેલવે અધિકારીઓના સ્‍થળ પર મોડા આવવાને લઈને નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

અકસ્‍માત બાદ મુસાફરો પગપાળા શહેર તરફ રવાના થયા હતા. આ પછી, ટ્રેનની નજીક હાજર મુસાફરોને લગભગ ૩.૧૬ વાગ્‍યે ટ્રેનના સુરક્ષિત કોચમાં બેસાડવામાં આવ્‍યા હતા અને તેમને અજમેર જંકશન મોકલવામાં આવ્‍યા હતા.

ઘટનાસ્‍થળે પહોંચેલા અધિકારીએ જણાવ્‍યું કે અકસ્‍માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેક સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એડીઆરએમ બલદેવ રામે જણાવ્‍યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવવાને કારણે આ અકસ્‍માત થયો હતો.

Related posts

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

જેતપુરના દર્દીઓ માટે સારા સમાચાર: શહેરમાં વધુ એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

Ahmedabad Samay

બ્રાઝિલમાં એક ગાયે આપ્યું બે માથા વાળા વાછરડાને જન્મ

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

મોબાઈલ ફોન ના વપરાશથી બાળકો પર પડી રહી છે ખરાબ અસર

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો