May 18, 2024
Other

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

રાજયમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળવાની આગાહી કરાઇ છે. આગામી ૩ દિવસ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી ઘટાડો થશે. જયારે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે. ગઇકાલે સૌથી વધુ તાપમાન અમરેલીમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયારે અમદાવાદનું  ૩૯.૫ ડિગ્રી તથા ગાંધીનગરનું ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.

આ રીતે કરો હીટવેવથી પોતાનો બચાવ

૧. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.

૨. ગરમીમાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.

૩. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.

૪ ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ

૫. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.

૬. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.

૭. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.

૮. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હદયમાં ધબકારા વધવા.

૯. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.

૧૦. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર કચ્છ ભૂજ ના માધાપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ

Ahmedabad Samay

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો