August 9, 2026
દેશ

દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્‍દી સમાચાર ચૅનલ ઝઝ ન્‍યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરાયો, મમતા બેનરજીએ કર્યો વિરોધ

સરકારી માલિકીના દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્‍દી સમાચાર ચૅનલ ઝઝ ન્‍યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરી દીધો છે.

૧૬ એપ્રિલથી લાગુ થયેલા નવા લોગોમાં હિન્‍દીમાં ન્‍યુઝ શબ્‍દ પણ લખવામાં આવ્‍યો છે. ભારતના તિરંગામાં પણ ભગવો રંગ છે અને આ રંગ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી  સાથે સંકળાયેલો છે. આ નવા પરિવર્તનની જાહેરાત કરતાં દૂરદર્શને એક સોશ્‍યલ મીડિયા પોસ્‍ટમાં લખ્‍યું છે : અમારાં મૂલ્‍યો એ જ છે, પણ તમે હવે અમને એક નવા રૂપમાં જોશો. પહેલાં ન જોયેલી સમાચારની યાત્રા માટે તૈયાર થઈ જાઓ. અનુભવ કરો તમામ નવા ઝઝ ન્‍યુઝના. આ બદલાવ કરવા અમારામાં હિંમત છે. ઝડપ સામે ચોકસાઈ, દાવા સામે હકીકત અને સનસનાટી સામે સત્‍ય; કારણ કે જો એ ઝઝ ન્‍યુઝ પર છે તો એ સત્‍ય હશે. ઝઝ ન્‍યુઝ, ભરોસા સચ કા. વિપક્ષો અને મીડિયા નિષ્‍ણાતોએ ચૅનલના લોગોના ભગવાકરણને લઈને સરકારની ટીકા કરી છે. સોશ્‍યલ મીડિયા પર પણ ઘણા યુઝર્સે લોગોનો રંગ બદલવાની ટીકા કરી છે

બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ નેતા મમતા બેનર્જીએ દૂરદર્શનની ન્યૂઝ ચેનલના લોગોના રંગમાં ફેરફાર પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો કે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય પ્રસારણ મંત્રાલયે આ કેવી રીતે કર્યું? ચૂંટણી પંચને સંબોધતા મમતા બેનર્જીએ માંગ કરી હતી કે જૂનો વાદળી રંગ તાત્કાલિક પાછો લાવવા માટે પગલાં લેવામાં આવે

તેના પર મમતા બેનર્જીએ લખ્યું હતું આ બિલકુલ ગેરકાયદેસર છે.” બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, “જ્યારે સમગ્ર દેશના લોકો મતદાન કરવાના મૂડમાં છે, તો ચૂંટણી પંચ આ ભગવા તરફી કૃત્યને કેવી રીતે મંજૂરી આપી શકે? દૂરદર્શનના લોગોમાં મૂળ વાદળી રંગ તરત જ પાછો લાવવો જોઈએ

Related posts

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

ટ્રમ્પને લાગ્યો ઝટકો,ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષને રોકવા અને નોબેલ પુરસ્કાર મેળવવાનો શ્રેય લેવા માંગતા હતા. પરંતુ ભારતે આ માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરી દીધો

Ahmedabad Samay

હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડએ ૫૧૩ જેટલી જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી. જાણો સંપૂર્ણ વિગત

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

લગ્નના ૦૯ વર્ષ બાદ ૩૦ વર્ષીય પરિણિત મહિલાને ખબર પડી કે તે ‘પુરૂષ’ છે !

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો